અમરેલી તાલુકા ખેતીવાડી વિભાગે તાલુકાના ખેડૂત મિત્રોને મહ¥વપૂર્ણ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે. ખેડૂતોને ટ્રાયકોડર્મા ફૂગનાશક પાવડર અને નીમ ઓઇલ પર ૫૦ ટકા સબસિડી આપવામાં આવી રહી છે. ટ્રાયકોડર્મા પાવડર પર એક કિલો દીઠ રૂ. ૫૫ની ૫૦ ટકા સબસિડી મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ પોતાના જરૂરી દસ્તાવેજો જેવા કે, આધાર કાર્ડ અને ૮-અની નકલ સાથે લાવવાના રહેશે વિતરણ સ્થળઃ ખેડૂત ખરીદ વેચાણ સંઘ, પેટ્રોલપંપની બાજુમાં, જેસિંગપરા, અમરેલી ખાતે વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે, ખેડૂત મિત્રો મો. નં. ૬૩૫૪૪ ૧૧૦૪૨ (ગોપેશભાઈ) પર સંપર્ક કરી શકે છે. આ લાભ અમરેલી તાલુકાના ખેડૂતો માટે વિસ્તરણ અધિકારી આર.એમ. શેખવા (ખેતીવાડી), તાલુકા પંચાયત અમરેલી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.