અમરેલી તાલુકાના મેડી ગામે એક અજાણ્યા બોલેરો ચાલકે હડેફેટે લેતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતુ. અમરેલી તાલુકાના મેડી ગામે રહેતા રામજીભાઈ વીસાભાઈ રાઠોડનો ભત્રીજા પોતાનું મોટરસાયકલ લઈને અમરેલી જતો હતો ત્યારે અમર ડેરી પાસે પાછળથી કોઈ અજાણ્યા બોલેરો ચાલકે ઠોકર મારતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત થતા રામજીભાઈએ અજાણયા બોલેરોચાલક સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.