જન્માષ્ટમી પૂર્વે જ રાજય સરકારના નિર્ણયથી પરિવારજનોમાં આનંદ ફેલાયો

ગુજરાત સરકારના ગૃહ વિભાગે અમરેલી જિલ્લા જેલના પાંચ આજીવન કેદીઓને મુક્ત કર્યા છે. હત્યાના કેસમાં ૧૫ વર્ષથી સજા ભોગવી રહેલા આ કેદીઓએ જેલમાં સારું વર્તન દાખવ્યું હતું. અમરેલી જિલ્લા જેલના વડા ડા. કે.એલ.એન. રાવના સકારાત્મક અભિપ્રાયને આધારે આ નિર્ણય લેવાયો હતો. મુક્ત કરાયેલા કેદીઓમાં શક્તિસિંહ ગોહિલ(તળાજા), પ્રવીણભાઈ રાઠોડ(ધારી), રમેશભાઈ અજાણી(અમરાપુર), ઇસ્માઇલભાઇ ચૌહાણ(અમરેલી) અને ચતુરભાઈ સાંખટ(રાજુલા)નો સમાવેશ થાય છે. જેલર અર્જુનસિંહ વાળાના જણાવ્યા મુજબ, ૧૪ વર્ષથી વધુ સજા ભોગવી ચૂકેલા અને સારો વ્યવહાર ધરાવતા કેદીઓને આ લાભ મળ્યો છે. મુક્તિ સમયે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના પરિવારજનો સાથે ભાવુક મિલન થયું હતું. જન્માષ્ટમી પૂર્વે પાંચ કેદીઓની સજા માફી થતા પરિવારજનોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્યો છે. કેદીઓ સાથે પરિવારજનોની મુલાકાત થતા ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા.