ભરાડ સ્કૂલના સંચાલક પંકજભાઈ મહેતાની પ્રમુખ પદે સર્વાનુમતે વરણી
અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. તા.૨૮ના મળેલી શાળા સંચાલકોની બેઠકમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે ભરાડ સ્કૂલના સંચાલક પરેશભાઈ મહેતાની પ્રમુખ પદે સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે જ્યારે મહામંત્રી તરીકે જ્ઞાનદીપ સ્કૂલના સંચાલક રાજુભાઈ ધાનાણી, ઉપ-પ્રમુખ પદે પરેશભાઈ બોઘરા અને હરેશભાઈ દેસાઈ, ખજાનચી તરીકે રમેશભાઈ માંગરોળીયા તથા અધ્યક્ષ તરીકે કમલેશભાઈ હડિયાની વરણી કરવામાં આવી છે. નવા હોદ્દેદારોને વિવિધ શાળાના સંચાલકો તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.






































