દેશના રાષ્ટ્રગીત વંદે માતરમ્‌ ના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા અમરેલી જિલ્લા સહકારી સંઘ ખાતે તેનું ગાન અને સ્વદેશી સંકલ્પ પત્રનું વાંચન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષ સંઘાણી, સહકારી અગ્રણીઓ અને યુવાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતું. યુવા નેતા મનીષ સંઘાણીએ વંદે માતરમ્‌ ગીત અંગે વિશેષ માહિતી આપી હતી.