અમરેલી જિલ્લા વિદ્યાસભા તથા શાંતાબા મેડિકલ કોલેજ, અમરેલીના સંયુક્ત ઉપક્રમે શહીદ દિનની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીની કે. કે. પારેખ કોમર્સ કોલેજની લાઇબ્રેરી ખાતે સવારે ૧૦ઃ૦૦ થી બપોરે ૨ઃ૦૦ કલાક સુધી યોજાયેલા આ કેમ્પમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રક્તદાન કેમ્પમાં વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ અને પ્રતાપરાય આટ્‌ર્સ કોલેજ, કે. કે. પારેખ કોમર્સ કોલેજ, મોંઘીબા મહિલા આટ્‌ર્સ કોલેજ તેમજ મણીબા ર્નસિંગ કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો અને વહીવટી કર્મચારીઓ જોડાયા હતા. આ સફળ આયોજન બદલ વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી અને ચતુરભાઈ ખુંટે તમામ રક્તદાતાઓ અને સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી.