ગાવડકા ખાતે અમર ડેરી ચિલિંગ સેન્ટરમાં ધ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મુખ્ય કાર્યાલયનું ભૂમિપૂજન આજે કરવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજન દેશનાં સહકારી નેતાIFFCO અને NCUIના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના હસ્તે કરવામાં આવ્યું, હતું. આ તકે રાજ્યકક્ષાના ઊર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ નવી હેડ ઓફિસ અમરેલી જિલ્લાની સહકારી પ્રવૃત્તિઓને નવી દિશા આપશે અને વિકાસની ગતિને વધુ તેજ બનાવશે તેવો વિશ્વાસ દિલીપ સંઘાણીએ વ્યક્ત કર્યો હતો. આ તકે પૂર્વ સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, જિલ્લા ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ જયંતિભાઈ પાનસુરીયા, પ્રદેશ ભાજપ ખેડૂત મોરચાના મહામંત્રી હિરેન હિરપરા, પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનિષ સંઘાણી, ભાવનાબેન ગોંડલીયા અને સહકારી આગેવાનો સહિત ટીમ સહકારે
હાજરી આપી હતી.