હાલમાં ગુજરાત ભાજપ દ્વારા સંગઠનમાં મંડલ પ્રમુખની નિમણુંકો કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અનુસંધાને અમરેલી જિલ્લામાં આજરોજ દાવેદારી માટે સેન્સ લેવામાં આવી હતી. જેમાં અમરડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, મનિષભાઈ સંઘાણી, ભૂપેન્દ્રભાઈ બસીયા, મયુરભાઈ હિરપરા, અતુલભાઈ કાનાણી, જલ્પેશભાઈ મોવલીયા, પુનાભાઈ ગજેરા, રવુભાઈ ખુમાણ, શરદભાઈ લાખાણી, ભાવનાબેન ગોંડલીયા, મનસુખભાઈ ભુવા, શરદભાઈ પંડયા, દિપકભાઈ વઘાસીયા, ચેતનભાઈ શિયાળ, પીઠાભાઈ નકુમ, શરદભાઈ પંડયા, રાજુભાઈ માંગરોળીયા, રીતેશભાઈ સોની સહિતના ભાજપના કાર્યકરોએ દાવેદારી રજૂ કરી હતી. ચૂંટણી અધિકારી તરીકે અતુલભાઈ કાનાણી, રાજુભાઈ શુકલ, રાજુભાઈ બાંભણીયા, રવુભાઈ ખુમાણ ઉપÂસ્થત રહ્યા હતા.