અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી દ્વારા સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી વિધાનસભા મુજબ મંડળના ઝોન પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. તારીખ ૧૬/૦૨/૨૦૨૬ના રોજ જાહેર કરાયેલ યાદી મુજબ મહામંત્રીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે જેમાં રાજુભાઈ ભુતૈયાને ધારી, ખાંભા, ચલાલા, બગસરા, અમરેલી અને કુંકાવાવ પંથકના મંડળોની જવાબદારી સોંપાઈ છે તો ચેતનભાઈ શિયાળને લાઠી, દામનગર અને બાબરા પંથકના મંડળોના પ્રભારી તરીકે નિયુક્ત થયા છે જયારે મયુરભાઈ માંજરીયા સાવરકુંડલા, લીલીયા, રાજુલા અને જાફરાબાદ પંથકના મંડળોનો કાર્યભાર સંભાળશે.









































