ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બાબરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયાને અમરેલી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પક્ષ દ્વારા તેમની સંગઠનક્ષમતા અને નિષ્ઠાને માન આપી આ જવાબદારી સોંપવામાં આવી હતી.મુકેશભાઈ ખોખરીયાએ પોતાના કાર્યકાળ દરમિયાન બાબરા શહેર ભાજપને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સર્વજ્ઞાતિ અને સર્વવર્ગને સાથે રાખીને કાર્ય કરવાની તેમની કાર્યપદ્ધતિ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનહિતકારી યોજનાઓને ગામડે અને છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટેની તેમની લાગણીશીલતા પક્ષના નેતૃત્વ દ્વારા પ્રશંસનીય માનવામાં આવી છે.તેમની આ નિમણૂકને બાબરા શહેર ભાજપ અને તાલુકા ભાજપ પ્રમુખ તથા નગરપાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયતના આગેવાનો, તાલુકા ભાજપના હોદ્દેદારો, વેપારી મંડળો તથા વિવિધ સામાજિક સંસ્થાઓએ વધાવી લીધી છે.
મુકેશભાઈના નેતૃત્વ હેઠળ અમરેલી જિલ્લામાં કિસાન મોરચાની કામગીરીને નવી દિશા અને ગતિ મળશે.








































