વંદે માતરમ્‌ ગીતની રચનાને ૧૫૦ વર્ષ થતા હોય આ ગૌરવપૂર્ણ ઘટનાની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં વંદેમાતરમ્‌ ગીતનું મહિમા ગાન થાય એ હેતુથી રાષ્ટ્રજોગ કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. આ અંતર્ગત શુક્રવારે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ અતુલભાઈ કાનાણીની ઉપસ્થિતિમાં વંદે માતરમ્‌ સંપૂર્ણ ગીતનું સમૂહગાન કરવામાં આવ્યું તેમજ વડાપ્રધાને કરેલ આહ્‌વાન અન્વયે “હર ઘર સ્વદેશી ઘર-ઘર સ્વદેશી” અભિયાનને આગળ વધારતા શપથ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના ઇન્ચાર્જ દીપકભાઈ વઘાસીયાએ વંદે માતરમ્‌ ગીતની રચના અને તેની આજ સુધીની સફર વિષે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં મેહુલભાઈ ધોરાજીયા, ભાવનાબેન ગોંડલીયા, મયુરભાઈ માંજરીયા, વિજયભાઈ ચોટલીયા, કિશોરભાઈ કાનપરીયા તેમજ જિલ્લા ભાજપ આગેવાનો અશ્વિનગીરી ગોસાઈ, કેતનભાઈ ઢાંકેચા, વિપુલ ભટ્ટી, જલ્પેશભાઇ મોવલીયા, અરવિંદભાઈ રૈયાણી, કાળુભાઈ વાળા, રાજેશભાઈ રાણી, પ્રવિણભાઈ ચાવડા, રાકેશ સાવલિયા, અલ્કાબેન ગોંડલીયા, મૌલિક ઉપાધ્યાય, પ્રવિણાબેન રાઠોડ, દેવરાજ બાબરીયા, ડેની પરમાર, તેજસ ઢોણે, કાર્યાલય મંત્રી મહેન્દ્ર ચાવડા તેમજ અમરેલીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.