સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજની પરંપરા મુજબ અમરેલી જિલ્લામાં સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પદ માટે યોજાયેલી બેઠકમાં તુષાર જોષીની સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે. તા. ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લાના વિવિધ ઘટકોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નિરીક્ષક તરીકે છેલભાઈ જોષી હાજર રહ્યા હતા, જેમણે ચૂંટણી પ્રક્રિયાની વિગત સમજાવી હતી. તુષાર જોષીના નામનો પ્રસ્તાવ પૂર્વ પ્રમુખ ઉદયનભાઈ નિવેદીએ મુક્યો હતો અને કિશોરભાઈ ભટ્ટે તેને સમર્થન આપ્યું હતું. અન્ય બે દાવેદારોએ પોતાની દાવેદારી પરત ખેંચતા તુષાર જોષીને બિનહરીફ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા. નવી નિમણૂક બાદ આગેવાનો દ્વારા તેમને ફૂલહાર અને શાલ અર્પણ કરીને અભિનંદન પાઠવાયા હતા. ત્યારબાદ સૌએ પરશુરામ દાદાના મંદિરે જઈ આશીર્વાદ લીધા હતા. આ બેઠકમાં દામનગરથી અમિતભાઇ આચાર્ય, શાસ્ત્રી મહેશભાઇ પંડ્યા, શાસ્ત્રી નયનભાઇ જોષી, અમૃતલાલ મહેતા, કુંકાવાવથી શશિકાંતભાઇ જોષી, બાબરાથી હસુભાઇ જોષી, અરવિંદભાઇ ત્રિવેદી, ખાંભાથી ઇન્દ્રવદનભાઇ રાવલ, કેતનભાઇ વડિયા, બ્રિજેશભાઇ પંડ્યા, વિશાલભાઇ પંડ્યા, મલયભાઇ વ્યાસ, ભગિરથભાઇ ઉપાધ્યાય, ધારીથી રાહુલભાઇ જોષી, રાજુલાથી સંજયભાઇ જોષી, અમરેલીથી શશિકાંતભાઇ જાની, તેજસભાઇ ત્રિવેદી, રાજનભાઇ જાની, મૌલિકભાઇ ઉપાધ્યાય, આનંદભાઇ ભટ્ટ, હર્નિલભાઇ ત્રિવેદી, સિધ્ધાર્થભાઇ ઠાકર, સંદિપભાઇ પંડ્યા, વિપુલભાઇ વ્યાસ, પંકજભાઇ મહેતા, ભાર્ગવભાઇ ત્રિવેદી, સાગરભાઇ મહેતા, હસમુખભાઇ રાજ્યગુરૂ, અનિલભાઇ વ્યાસ, ગૌરવભાઇ મહેતા, વત્સલભાઇ જોષી, ઋત્વિકભાઇ ત્રિવેદી, કાર્તિકેયભાઇ દવે, યશભાઇ દવે, રશ્મિનભાઇ ત્રિવેદી, ચેતનભાઇ રાજ્યગુરૂ, મુકેશભાઇ તેરૈયા, સાહસભાઇ ઉપાધ્યાય, પાર્થિવભાઇ જોષી, ડી.જી. મહેતા, મનોજભાઇ ભટ્ટ, ડો.પંકજભાઇ ત્રિવેદી, સુરેશભાઇ ત્રિવેદી, બિનાબેન ત્રિવેદી, ભાવનાબેન ભટ્ટ, નમ્રતાબેન જોષી, પથિકાબેન મહેતા, દર્શનભાઇ મહેતા, ત્રિલોકભાઇ ભટ્ટ, અજયભાઇ પંડ્યા, હરેશભાઇ દવે, ભાવિનભાઇ ભટ્ટ, રાજભાઇ જાની, જતીનભાઇ વ્યાસ, દિગંતભાઇ ઉપાધ્યાય, અભિષેકભાઇ પંડ્યા, વિપુલભાઇ ભટ્ટ, ચિરાગભાઇ ત્રિવેદી, કિશનભાઇ અધ્યારૂ, કરણભાઇ જાની, ડો.સોહમ ભટ્ટ, ભરતભાઇ મહેતા, સમિરભાઇ પંડ્યા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન મહામંત્રીશ્રી ભગિરથ ત્રિવેદીએ કર્યુ હતુ. તેમ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજની યાદી જણાવે છે.










































