અમરેલી જિલ્લા બાર એસોસિએશન દ્વારા તાજેતરમાં બદલી પામેલા ન્યાયધીશો માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ફેમિલી જજ સોની, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એમ.જે. સૈયદ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.જે. નાઈ, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વ્યાસ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગઢવીને નવા સ્ટેશન પર તેમની નિમણૂક થવા બદલ વિદાય આપવામાં આવી હતી. બાર એસોસિએશનના સભ્યોએ તેમના કાર્યકાળ દરમિયાનના સહકાર અને માર્ગદર્શન બદલ તેમનો આભાર માન્યો હતો. વિદાય સમારોહમાં ઉપસ્થિત વકીલ મિત્રોએ બદલી પામેલા ન્યાયધીશોને તેમની ભાવિ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.