અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળ અનુ.જાતિ, જનજાતિનો ગાંધીનગર ખાતેનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો.આ પ્રવાસના ઉપક્રમે વિવિધ સંસ્થાઓ અને કચેરીઓની મુલાકાત અનુસંધાને સૌપ્રથમ વિધાનસભા ગૃહની મુલાકાત કરાઈ હતી જ્યાં શિક્ષણમંત્રીએ સર્વને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની મુલાકાત કરી હતી. તેમને મંડળના કાર્યોથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિધાસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા સાથે શુભેચ્છા મુલાકાત દરમિયાન કૌશિકભાઈએ વિધાનસભાના પાસની વ્યવસ્થા કરી આપી હતી જેથી સર્વેએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.આ સિવાય અન્ય ધારાસભ્યો અને ઝ્રઝ્રઝ્ર સમીક્ષા કેન્દ્ર અને ય્ઝ્રઈઇ્‌ ગાંધીનગરની મુલાકાત અન્વયે જ્યાં શિક્ષણ નિયામક પટેલે ય્ઝ્રઈઇ્‌ની કામગીરીથી સભ્યોને વાકેફ કર્યા હતા.