પોલીસ દ્રારા સમગ્ર અમરેલી જિલ્લામાં વ્યાજખોરોના વિષચક્રને નાબૂદ કરવા માટે એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો આર્થિક તંગીના કારણે ગેરકાયદે વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઈસમો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે. જે આવી ગેરકાયદે પ્રવૃત્તિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય છે અને બાદ ભોગ બનનાર વ્યક્તિ તે ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે જેમાં મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા, આવી પ્રવૃત્તિ આચરનાર ઇસમો દ્વારા ભોગ બનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને જેના પરિણામે ભોગ બનનાર તથા તેના કુટુંબીજનોની પાયમાલી સર્જાતી હોય છે. જે એક વ્યક્તિને નહીં પરંતુ એક પુરા કુટુંબને અસર કરતા રહે છે અમરેલી જિલ્લા પોલીસનો હેતુ આવા પીડિતોને સુરક્ષા પૂરી પાડવાનો અને ગુનેગારો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવાનો છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, કોઈ પણ નાગરિકે વ્યાજખોરોના ડરથી ગભરાવવાની જરૂર નથી. જો કોઈ વ્યકિત તમારી પાસેથી ગેરકાયદે વ્યાજની ઉઘરાણી કરતી હોય ધાક-ધમકી આપતી હોય કે બળજબરીથી લખાણ કરાવતી હોય, તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.” આ ઉપરાંત જરૂર જણાશે તો પીડિતને પૂરતુ પોલીસ રક્ષણ પુરૂ પાડવામાં આવશે.









































