અમરેલી જિલ્લા પોલીસ કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભા ગુરૂવારે પોલીસ અધિક્ષક સંજય ખરાતના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મંડળીના પ્રમુખ DYSP એ.જી.ગોહીલ, સા.મુ.મ.અમરેલી,I/C રીઝર્વ પો.ઇન્સ. વી.એસ. ખટાણા,PSI જે.એમ. કડછા,PSI કે.એમ.રામાનંદી,PSI પી.બી. ત્રિવેદી, મંડળીના મંત્રી AASI ડી.કે. રાઠોડ, મંડળીનું કામ કરનાર APC એલ.જે. મેરીયા તથા તમામ વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને મંડળીના બહોળી સંખ્યામાં સભાસદ ભાઇઓ-બહેનો હાજર રહેલ. પોલીસ અધિક્ષક સંજય ખરાત તરફથી મંડળીની પ્રગતિ થાય અને તમામ સભાસદોને મંડળી દ્વારા સારા લાભ આપવા બાબત તેમજ લોનની મર્યાદામાં વધારો કરી મદદરૂપ થવા સૂચન કરવામાં આવેલ. આ તકે જે પોલીસ કર્મચારીઓ હજુ સુધી મંડળીમાં સભાસદ થયેલ નથી તેમને પણ મંડળીમાં જોડાવા ખાસ ભલામણ કરેલ છે. આ તમામ સૂચનોને મંડળીના પ્રમુખ DYSP એ.જી. ગોહીલે વિસ્તારપૂર્વક તમામ સભાસદોને માર્ગદર્શન આપી અને લોન મર્યાદા, સભાસદ વેલ્ફેર સ્કીમ વિશે સમજણ આપેલ.