અમરેલી જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય સમિતિના ચેરમેનની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જુલાઈ મહિનામાં મળેલી બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી તેમજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત વાર્ષિક વિકાસ કાર્યક્રમ અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા કેન્દ્રો અને દવાખાનાના બાંધકામ તથા નવીન બાંધકામને મળેલ મંજૂરી અને તેની અદ્યતન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ચેપી, બિનચેપી રોગોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ કમિટીમાં થયેલ સૂચનોની અમલવારી કરવા પગલાં લેવામાં આવશે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અખિલેશકુમાર સિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું.










































