અમરેલી જિલ્લાના રત્નકલાકારોના સંતાનોની શૈક્ષણિક ફી અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશનના યથાર્થ પ્રયત્નોથી સરકાર દ્વારા માફ કરી જમા કરવામાં આવેલ છે. આ બદલ સરકારના પ્રતિનિધિઓ, રાજ્યકક્ષાના મંત્રી, સાંસદ અને ધારાસભ્યોના સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી ૧૫-૧૧ના રોજ સવારે ૧૦ઃ૩૦ થી ૧૨ઃ૦૦ કલાક સુધી, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ, કેરિયા રોડ, અમરેલી ખાતે યોજાશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે અતુલભાઈ કાનાણી, સાંસદ ભરતભાઈ સુતરીયા, મહેશભાઈ કસવાલા, હિરાભાઈ સોલંકી, જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા સહિત જિલ્લા ઉદ્યોગ મેનેજર નિનામા, આચાર્ય સંઘના પ્રમુખ મુકુંદભાઈ મહેતા અને ટ્રસ્ટી મેહુલભાઈ વ્યાસ પણ હાજરી આપશે.







































