અમરેલી જિલ્લા યુવા આહીર સમાજ અને અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળ દ્વારા દ્વિતીય સ્નેહ મિલન કાર્યક્રમનું અમરેલી નજીક આવેલા અવધ હેરિટેજ રિસોર્ટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના શ્રેષ્ઠિઓના માર્ગદર્શનથી બે વર્ષ પહેલાં રચાયેલા આ કર્મયોગી મંડળમાં જિલ્લાના વિવિધ વર્ગ અને વિભાગોમાં નોકરી કરતા ૫૦૦થી વધુ કર્મચારીઓ જોડાયેલા છે. આ સ્નેહ મિલન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સામાજિક વિકાસ અને સમાજ સાથે કર્મચારીઓની સહભાગીદારીતા વધારવાનો છે. કાર્યક્રમમાં કર્મચારીઓના પરિવાર સાથે રાસ-ગરબાની રમઝટ, કર્મચારી સન્માન અને કર્મચારી પરિચય જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરતભાઈ ડેર, હિમાંશુભાઈ કલસરીયા, કિરીટભાઈ જોટવા, મહામંત્રી દીપકભાઈ કોઠીવાળ સહિત સંગઠનના હોદ્દેદારો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.







































