સમગ્ર રાજયમાં હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન થશે. આ કાર્યક્રમના આયોજન અંગે રાજય
ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં અમરેલી જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ પણ જોડાયા હતા.કેન્દ્ર સરકારના જળ, ગૃહ અને યુવા સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સૂચવવામાં આવેલી ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા – સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ’ માર્ગદર્શિકા અનુસરી આ કાર્યક્રમનું આયોજન કરવા ગૃહમંત્રીએ સૂચના આપી હતી. આ તકે, જિલ્લાના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સફાઇ અભિયાન થશે. શહેર કક્ષાએ દિવાલ પર પેઇન્ટિંગ કરવામાં આવશે. શાળાકક્ષાએ રંગોળી અને ચિત્ર તેમજ સ્રૂ ર્ય્ંફ ક્વીઝ સ્પર્ધા યોજાશે. શાળાના વિદ્યાર્થીઓ સૈનિકોને રાખડી અને શુભેચ્છા પત્ર પાઠવશે. કોલેજમાં સેલ્ફી બુથ રાખવામાં આવશે. વધુ પ્રમાણમાં નાગરિકોની અવરજવર રહે છે તેવા વિસ્તારોમાં, હર ઘર તિરંગા અભિયાન અન્વયે તિરંગાઓ રહેશે. શહેરના મુખ્ય વિસ્તારોને આવરી લેતા માર્ગો પર હર ઘર તિરંગા રેલી થશે.