અમરેલી જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માં જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલ ૬ થી ૧૯ વર્ષની વયજૂથના બાળકો કે જેઓ પોતાનું ધો. ૧ થી ૧૨ નું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકો પ્રારંભિક શિક્ષણથી વંચિત ન રહે અને સ્પેશિયલ ટ્રેનિંગ મળે તે હેતુથી દિવ્યાંગ સહિતના તમામ બાળકોની ઓળખ, સર્વેની પ્રક્રિયા તા. ૧૪થી તા. ૨૩ દરમિયાન અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક શાળા મારફત હાથ ધરવામાં આવેલ છે. શાળા બહારના બાળકોના સર્વેમાં જાહેર જનતાને સહભાગી થવા જણાવવામાં આવે છે. આવા બાળકો કોઈના ધ્યાનમાં આવે તો નજીકની પ્રાથમિક શાળાના આચાર્યને જાણ કરવા જિલ્લા પ્રોજેક્ટ કો. ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.