ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે સત્તાવાર રીતે ધોરણ ૧૨ સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહનું એક સાથે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં ૧૫૬૬ વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા. જેની સામે ૧૫૬૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી એ-૧ ગ્રેડ માત્ર ૧૫ વિદ્યાર્થીઓએ હાંસલ કર્યો છે. જ્યારે એ-૨ -૧૬૮, બી-૧ -૨૨૭, બી-૨- ૩૦૫, સી-૧ -૩૨૨, સી-૨- ૨૧૪, ડી- ૫૧ તેમજ ઈ-૧ – ૦ વિદ્યાર્થીઓએ ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે ઇમ્પ્રુવમેન્ટ જરૂરિયાતવાળા (NI) ૨૬૪ વિદ્યાર્થીઓ છે. અમરેલી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું ૮૩.૨૫% પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં ૭૫૫૫ વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા. જેની સામે ૭૫૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી એ-૧ ગ્રેડ માત્ર ૮૪ વિદ્યાર્થીઓએ હાંસલ કર્યો છે. જ્યારે એ-૨ -૮૦૪, બી-૧ -૧૬૫૮, બી-૨- ૧૯૪૩, સી-૧ -૧૫૯૩, સી-૨- ૬૯૬, ડી- ૬૦ તેમજ ઈ-૧ – ૧ વિદ્યાર્થીઓએ ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે ઇમ્પ્રુવમેન્ટ જરૂરિયાતવાળા (NI) ૭૧૬ વિદ્યાર્થીઓ છે. અમરેલી જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૧.૧૯% પરિણામ આવ્યું છે.