અમરેલી જિલ્લામાં ચોરીઓના ગુનાઓ અચર્યા બાદ ગુનાઓના ભેદ ઉકેલવા અમરેલી એલસીબી ટીમ સક્રિય થતા અલગ અલગ ૪ ચોરીના ભેદ ઉકેલવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાયડી ગામના દિલુભાઈ દડુભાઇ માંગાણીને ઝડપી લેતા પૂછપરછ દરમ્યાન બે ભાર રીક્ષા અને બે મોટરસાઇકલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. જેમાં એક ભાર રીક્ષા નંબર ય્ત્ન-૦૩-ઢ-૪૮૭૦,અન્ય ભાર રીક્ષા અને હોન્ડા કંપનીની ડ્રિમ નિયો મોડલની મોટર સાયકલ અન્ય એન્જીન સહિત મુદ્દામાલ ચોર પાસેથી મળી આવતા એલસીબીએ કબ્જે લઈ વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અન્ય કોઈ ચોરીઓ કરી છે કે કેમ? અન્ય વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ? તે દિશામાં પણ પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અમરેલી શહેરમાં કુંકાવાવ રોડ ઉપર ભાર રીક્ષા નંબર ય્ત્ન-૦૩-ઢ-૪૮૭૦ રીક્ષા થોડા દિવસ પહેલા ચોરી થયા બાદ સિટી પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો હતો અને અન્ય એક નંબર પ્લેટ વગરની ભાર રીક્ષાની આશરે ત્રણેક મહિના પહેલા બગસરા નટવરનગર વિસ્તારમાંથી ચોરી થઈ હતી જેનો અગાઉ બગસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો. હીરો હોન્ડા બાઇક ૨૫ દિવસ પહેલા સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામ રોડ ઉપરથી આવેલ વાડી વિસ્તારમાંથી ચોરી થયાની સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અન્ય એક મોટર સાઇકલ થોડા દિવસ પહેલા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાંથી ચોરી કરી ભાગ્યા બાદ રોડ ઉપર પેટ્રોલ પૂરું થઈ જતા રોડની બાજુમાં મૂકી દીધા બાદ પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન મળી આવતા મૂળ માલિકને સોંપવામાં આવ્યું છે.