રાજકોટ, મોરબી અને અમરેલી જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકોને રોજગારના અવસર મળે તે માટે ડાયરેક્ટોરેટ જનરલ રિસેટલમેન્ટ, નવી દિલ્હી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન છે. આગામી તા.૨૫ને શુક્રવારના રોજ સવારે ૭ વાગ્યે અમદાવાદ કેન્ટોનમેન્ટ છાવણી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. ભરતી મેળામાં ભાગ લેવા માટે પૂર્વ સૈનિકોએ પૂર્વ સૈનિક તરીકેનું પોતાનું ઓળખપત્ર, પીપીઓ, ડિસ્ચાર્જ બુક, બાયોડેટા, ફોટોગ્રાફ સાથે રાખવા.
વધુ વિગતો માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, C/o માજી સૈનિક આરામ ગૃહ, પોલિસ હેડક્વાર્ટસની સામે, રુડા કચેરી પાસે, રાજકોટ, પિન નં. ૩૬૦૦૦૧ ફોન નં.(૦૨૮૧) ૨૪૭૬૮૨૫ અને E-mail: zsb_rjt@rediffmail.com પર સંપર્ક કરવો તેમ રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.