રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લામાં વર્ષમાં બે વખત શાળાના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવે છે જેમાં બાળકોની ૪-ડી ની તપાસ કરવામાં આવે છે અને ૪-ડી દરમિયાન કોઈ બાળકને કોઈ બીમારી જણાય તો તેની આગળની સારવાર માટે હાયર સેન્ટર ઉપર મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં આંગણવાડીમાં જતા ૦ થી ૬ વર્ષ સુધીના કુલ ૯૬,૯૮૫ બાળકો અને શાળાએ જતા ૬ થી ૧૮ વર્ષના કુલ ૨,૦૯,૬૧૦ બાળકો છે. આ સ્ક્રીંગ ડ્રાઈવ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કુલ ૧૧ ટીમ બનાવવામાં આવી છે.
આ ટીમ દરેક તાલુકામાં જઈ આરોગ્ય તપાસણીની કામગીરીનું મૂલ્યાંકન કરી રહી છે.