અમરેલી જિલ્લામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બિહારથી રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાયા બાદ, અમરેલી જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાની તમામ ૫૯૮ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભાઓનો મુખ્ય ઉદ્દેશ્ય પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષ અંગે ગ્રામજનોને માહિતી આપવાનો હતો. જિલ્લાના ૧૧ તાલુકાઓમાં પણ તાલુકા પંચાયત પ્રમુખોની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.