અમરેલી જિલ્લામાં પવિત્ર રમઝાન માસ અને ૨૧ માર્ચ ૨૦૨૬ના રોજ યોજાનાર ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સુરક્ષાના હેતુથી વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ ૨૨ માર્ચ સુધી કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં શસ્ત્રો, તલવાર, ભાલા કે સ્ફોટક પદાર્થો સાથે રાખવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. જાહેર શાંતિ જોખમાય તેવા ઉશ્કેરણીજનક ભાષણો, ચિત્રો કે દેખાવો કરવા પર પણ પ્રતિબંધ છે. વધુમાં, સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર સભા યોજવી, સરઘસ કાઢવા કે લાઉડ સ્પીકર વગાડવા સામે રોક લગાવવામાં આવી છે. જોકે, ફરજ પરના સરકારી કર્મચારીઓ અને સ્મશાન યાત્રા જેવી બાબતોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે.



































