મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાનની ઉજવણીનું આયોજન અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
સમગ્ર જિલ્લામાં તા.૨૫ નવેમ્બર થી તા.૧૦ ડિસેમ્બર સુધી આ કાર્યક્રમાં વિવિધ વિષયોને આવરી લઇ મહિલાઓને અનેકવિધ બાબતોથી માહિતગાર કરવામાં આવશે. ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાર્યરત મહિલા હેલ્પલાઈન ૧૧૨, ૧૮૧, ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ની વિગતો મહિલાઓને મળી રહે તે માટે સેમિનાર કાર્યક્રમ, બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ-૨૦૦૬ અંગે
જાગૃતિ કાર્યક્રમ, સાયબર સેફટી અંગે જાગૃતિ આવે તે માટે સેમિનાર, પોક્સો એક્ટ-૨૦૧૨, ગુડ ટચ બેડ ટચ અંગે જાગૃતિ કાર્યક્રમ, કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અટકાયત અધિનિયમ-૨૦૧૩ કાર્યક્રમ, બેટી બચાવો બેટી પઢાઓ, જાતિગત સંવેદનશીલતા, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ સહિતના વિષયોને આવરી લઇ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવશે. અમરેલી જિલ્લાના જિલ્લા બાળ સુરક્ષા એકમ, શિક્ષણ, આઈ.સી.ડી.એસ, SHE ટીમ, ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટી (DLSA), નારી અદાલત, સખી મંડળ, બિન સરકારી સંસ્થાઓ, મહિલા સંગઠનો, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સ્પોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ, મિશન શક્તિ યોજના(DHEW) કુટુંબ સલાહ કેન્દ્ર અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર સહિતની કચેરીઓ સાથે સંકલન કરી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.