અમરેલી જિલ્લામાં પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી ૧૦ શખ્સોને રૂ.૩૫,૩૨૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા હતા. પ્રથમ દરોડામાં, જાફરાબાદના કડીયાળી ગામે લીંબડીયા હનુમાન પાસે બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા જયરાજભાઇ ચાપરાજભાઇ ધાખડા, જશુભાઇ બાબાભાઇ ધાખડા, મનુભાઇ માધુભાઇ કાંધમણા તથા જયસુખભાઇ લાખાભાઇ સોસાને ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમતા રૂ.૨૦,૧૦૦ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા.બીજા બનાવમાં, બાબરાના સુકવળા ગામની સીમમાં ‘ધુફળીયા’ તરીકે ઓળખાતી પડતર જગ્યામાં બાવળ નીચે જુગાર રમતા રઉફભાઇ જીકરભાઇ ખીમાણી, પરેશભાઇ સવશીભાઇ કટસીયા, અમરશીભાઇ લખમણભાઇ મેણીયા, શાન્તુભાઇ આપાભાઇ વાળા, હકુભાઇ ભોજભાઇ વાળા તથા મુકેશભાઇ તળશીભાઇ ઓળકીયાને કુલ રૂ.૧૫,૨૨૦ની રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.