સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ ચૂંટણીપંચના આદેશ મુજબ પોલીસ અધિકારીઓની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓની પણ બદલી થઈ હતી તો જિલ્લામાં નવા પોલીસ અધિકારીઓનું આગમન પણ થયુ છે. નવા આવેલા પોલીસ અધિકારીઓને જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળવા માટે આદેશ કરવામાં આવ્યા છે. જેમાં બી.જી.ઈશરાણીને એસ.ઓ.જી.,એમ.એમ.ઝાલાને અમરેલી શહેર, વી.કે.ગોલવેલકરને બગસરા,એમ.બી.ઔસુરાને લાઠી, આર.આર.પરમારને બાબરા, કે.બી.સોલંકીને સાવરકુંડલા ટાઉન, વી.કે.રાઠોડને મરીન પીપાવાવ, એન.જી.જાડેજાને દામનગર અને જે.આર.ભાયકનને મહિલા યુનિટમાં નિમણૂંક આપવામાં આવી છે.




































