અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ચેરમેન અને પ્રિ‍ન્સિપાલ ડિસ્ટ્રિકટ જજના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત તેમજ જિલ્લાની દરેક તાલુકાની કોર્ટમાં તા.૧૩ ડિસેમ્બર,૨૦૨૫ને શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. આ લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મોટર અકસ્માતના વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરતને લાગતા કેસ, જમીન સંપાદનને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડથી શિક્ષાપાત્ર જેવા તમામ પ્રકારના કે, રાજ્યના કોઈપણ જિલ્લા, તાલુકા, ટ્રિબ્યુનલ કે હાઇકોર્ટમાં પડતર હોય તેવા કેસ સમાધાન માટે આ લોક અદાલતમાં મૂકી શકાશે.