અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ગામડાઓમાં પોલીસ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગુનાઓ ઝડપથી ઉકેલવા માટે વિશેષ CCTV અભિયાન શરૂ કર્યું છે. ગ્રામ પંચાયતોના સહયોગથી ૪૦૦ જેટલા ગામડામાં કેમેરા લગાવવાનો ઉદ્દેશ છે, જયાં અત્યાર સુધી માત્ર ૩૦૦ ગામડામાં જ કેમેરા લાગ્યા હતા. SP સંજય ખરાતે વડીયા વિસ્તારમાં મુલાકાત લઈ સ્થાનિક સરપંચો અને પદાધિકારીઓ સાથે કેમેરાના ફાયદા અને અભાવથી થતા નુકસાન અંગે ચર્ચા કરી હતી. સીસીટીવી કેમેરા લગાવનારા આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. અગાઉ ઢૂંઢિયા પીપળીયા ગામમાં થયેલી હત્યાની ઘટના દરમિયાન કેમેરાની અભાવે ગુનાની તપાસમાં વિલંબ થયો હતો. હાલ ૧૫૦ નવી જગ્યાઓ પર કેમેરા લાગુ પાડવામાં આવ્યા છે. વડીયા પ્રાથમિક શાળાઓમાં પણ SP દ્વારા બાળકો સાથે વાતચીત અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.