અમરેલી જિલ્લામાં છેલ્લા થોડાં દિવસો પૂર્વે થયેલા વરસાદથી અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામતની કામગીરી અમરેલી જિલ્લામાં શરુ છે. વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓની મરામત પ્રક્રિયા હાલ શરુ છે.બિસ્માર રસ્તાઓનું મેટલિંગ દ્વારા પેચવર્ક થઇ રહ્યું છે, જિલ્લાના માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ હેઠળના રસ્તાઓનું પેચવર્ક શરુ છે.માર્ગ અને મકાન (રાજય) દ્વારા, અમરેલીના નાના આંકડિયા-ચિત્તલ રોડ, સાવરકુંડલા-રંઘોળા રોડ, બાઢડા-થોરડી-રાજુલા રોડ, રાજુલા-ડુંગર રોડ, ચાંચ – ખેરા પટવા રોડ પર મેટલ વર્ક કરવામાં આવ્યું છે.મેટલ પેચવર્ક બાદ હવે વરસાદી વાતાવરણ ન હોય ત્યારે ડામર પેચ વર્ક કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.