અમરેલી જિલ્લામાં આઠ દિવસ સુધી વરસ્યો હતો. જેના કારણે કપાસ, મગફળી, સોયાબીન, ડુંગળી અને જુવાર સહિતના પાકને વ્યાપક નુકસાન થયું હતું. ખેડૂતોએ તાત્કાલિક સર્વે અને સહાયની માંગ કરી હતી. ખેડૂતોની માંગ બાદ સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું અને ત્રણ દિવસ પહેલાં જ પોર્ટલ પર સહાય ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ખેડૂતો આ ફોર્મ ભરીને સહાય મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જોકે, પહેલા જ દિવસે સર્વર ડાઉન હોવાથી કનેક્ટિવિટી મળી ન હતી. બીજા દિવસે કનેક્ટિવિટી મળતાં ખેડૂતો ગ્રામ પંચાયતો અને ફોર્મ ભરતી અન્ય જગ્યાઓ પર પહોંચ્યા હતા. પરંતુ હજુ પણ નેટવર્ક કનેક્ટિવિટી વારંવાર ખોરવાઈ જતી હોવાથી ખેડૂતોને ફોર્મ ભરવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.










































