અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે NSUI ની અગત્યની બેઠક જિલ્લા પ્રમુખ સાહિલભાઈ શેખના નેતૃત્વમાં યોજાઈ હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાનો ટીકુભાઈ વરૂ, સંદીપભાઈ ધાનાણી, સંદીપભાઈ પંડ્‌યા, જગદીશભાઈ તળાવીયા, તેજસભાઈ મસરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન એબીવીપીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નવા યુવાનોનું સ્વાગત કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું સંચાલન અમરેલી શહેર NSUI ઉપપ્રમુખ દર્શકભાઈ મકવાણાએ સંભાળ્યું હતું. આ પ્રસંગે અનિલભાઈ જોશી, સાહિલભાઈ જોશી, પંકજ ખીરાજ, જયરાજ પ્રનામી, અમિતભાઈ રબારી, રામ ભાર્ગવ સહિતના આગેવાનો NSUI માં જોડાયા હતા. કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં યુવાનોની હાજરી જોવા મળી હતી, જેના કારણે યુવા વર્ગમાં ઉત્સાહ અને ઊર્જાનો માહોલ સર્જાયો હતો. નવા જોડાયેલા યુવાનોએ મોટાભાગે બેરોજગારી, પેપર લીક અને સરકારની નિષ્ફળ નીતિઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે, યુવાનોમાં કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ વધી રહ્યો છે અને આવનારા સમયમાં NSUIને વધુ મજબૂત બનાવીશું.