અમરેલી જિલ્લામાં આવતીકાલથી ૨૦ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી ‘કરૂણા અભિયાન-૨૦૨૬’ યોજાશે, જેમાં અબોલ પક્ષીઓનું રક્ષણ કરાશે. પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે હેલ્પલાઇન નંબરો ૧૯૬૨ (એનિમલ એમ્બ્યુલન્સ), ૧૯૨૬ (વન વિભાગ) અને ૮૩૨૦૦ ૦૨૦૦૦ (વ્હોટ્‌સએપ) જાહેર કરાયા છે. સમગ્ર જિલ્લામાં ફોરેસ્ટ કોલોની-બાબરા, દામનગર નર્સરી, ગીર પૂર્વ વન વિભાગ-ધારી, વન્યજીવ રેન્જ લીલીયા સહિત ૨૦ કલેક્શન અને સારવાર કેન્દ્રો કાર્યરત કરાયા છે. બાબરા, કુંકાવાવ, રાજુલા, લાઠી, દામનગર અને અમરેલીના પશુ ચિકિત્સાલયોમાં સારવાર ઉપલબ્ધ રહેશે. સમગ્ર જિલ્લાના નાગરિકોને ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવા તેમજ પક્ષીઓના વિહરવાના સમયે (સવાર ૭-૯ અને સાંજે ૫-૮) પતંગો ન ઉડાડવા નમ્ર અપીલ કરવામાં આવી છે.