અમરેલી જિલ્લા પંચાયતના બાળ મહિલા વિકાસ અને યુવા પ્રવૃત્તિના ચેરમેન નીતાબેન અરવિંદભાઈ ચાવડાએ સામાજિક અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાને પત્ર લખી અમરેલી જિલ્લામાં આંગણવાડીની ખાલી જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆત મુજબ, જિલ્લામાં આંગણવાડી વર્કરની ૧૦૭ અને આંગણવાડી તેડાગરની ૧૫૨ જગ્યાઓ ખાલી છે. જેના કારણે આંગણવાડીના કામોમાં અવરોધ ઊભો થાય છે. ચેરમેન નીતાબેન ચાવડાએ મંત્રી ભાનુબેન બાબરીયાને રૂબરૂ મળીને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી. રજૂઆત સમયે ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડીયા,અરવિંદભાઈ ચાવડા, ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ વગેરે આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.