અમરેલી જિલ્લામાંથી વધુ બે સગીરા લાપતા બની હતી. મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના અને હાલ આસોદર ગામે વાડીએ રહેતા સજનીબેન સરપતભાઇ બઘેલ (ઉ.વ.૪૦)એ અજાણ્યા ઈસમ સામે તેમની સગીર પુત્રીને આસોદર ગામની સીમમાં વાડી પાસે રોડ ઉપરથી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયાના ફરિયાદ નોંધાવી હતી. બીજો બનાવ અમરેલીના સરંભડા ગામે બન્યો હતો. સગીરાના પિતાએ જાહેર કર્યા મુજબ, બગસરાના માવજીંજવા ગામના ચિરાગ મનોજભાઇ જાદવ તેમની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી તેને લગ્ન કરવાની લાલચ આપી, તેની સાથે ગંદુ કામ કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. પોલીસે બંને કેસની તપાસ શરૂ કરી છે.







































