અમરેલી જિલ્લામાંથી પોલીસે બે શરાબીને ઝડપી પાડ્યા હતા. મોટા ભંડારીયા અને લીલીયા પોલીસ સ્ટેશન પાસેથી એક-એક ઈસમ પાસ પરમીટ વગર કેફીપીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. ચલાલામાં ધારી રોડ રેલ્વે ફાટક પાસેથી એક યુવક એક લીટર દેશી દારૂ સાથે ઝડપાયો હતો.









































