અમરેલી જિલ્લાના સાવલિયા પરિવારની દીકરી અને પ્રતિભાશાળી ખેલાડી ઋતું રાકેશભાઈ સાવલિયાએ ક્રિકેટ ક્ષેત્રે અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સમર્થ ક્રિકેટ એકેડેમી અને અમરેલી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (ADCA) ની આ ખેલાડીની સૌરાષ્ટ્ર અંડર-૧૯ રિલાયન્સ G-૧ કપની ટીમમાં પસંદગી થતાં જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સમગ્ર અમરેલી જિલ્લામાંથી માત્ર ઋતું સાવલિયાની જ સૌરાષ્ટ્ર અંડર-૧૯ ટીમ માટે પસંદગી થઈ છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ઋતુંની આ સિદ્ધિ બદલ પી.પી. સોજીત્રા, શૈલેષભાઈ સંઘાણી, અર્જુનભાઈ સોજીત્રા, દાદાબાપુ ચિસ્તી અને અમરેલી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી મયુરભાઈ ગોરખીયાએ હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે.