રાજ્યના વિવિધ માર્ગોની મરામત કામગીરી માટે માર્ગ અને મકાન તંત્ર વધુ સક્રિય થયું છે. જિલ્લાના વિવિધ માર્ગ અને બ્રિજની ચકાસણી માટે માર્ગ અને મકાન (પંચાયત) તંત્ર પ્રયત્નશીલ બની રહ્યું છે. છેલ્લા થોડા દિવસ અગાઉ થયેલા ભારે વરસાદને લીધે માર્ગની સ્થિતિને ધ્યાને લઈ અમરેલી જિલ્લા માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા વિવિધ ટીમ દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં મરામત કામગીરી હાથ ધરવા આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા માર્ગ અને મકાન (પંચાયત) દ્વારા કુલ ૧૧ ટીમ બનાવવામાં આવી છે, જે માર્ગ મરામત અને જરુરી અન્ય બાબતોની ચકાસણી કરી રહી છે. આ કામગીરીમાં જિલ્લાના કુલ ૮ મેજર બ્રિજ અને ૧૪૦ માઈનોર બ્રિજનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. આ પૈકી ૨ મેજર બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ માટેના કામને મંજૂરી મળી છે અને તે કામ માટેની ટેન્ડર પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. આ સર્વે પૈકી ક્રિટીકલ જણાતા કુલ ૧૧ બ્રિજના ઈન્સ્પેકશનની કામગીરી માટે ડિઝાઈનની ઈજનેર ટીમ કાર્યરત છે.