આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ૮ માર્ચના રોજ અમરેલી જિલ્લાના ૩૬૧ ગામોમાં ખાસ મહિલા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮૪૬ સગર્ભા બહેનોનું કાઉન્સેલીંગ અને જોખમી સગર્ભા માતાઓને ૧૭૬૫ જેટલી ન્યુટ્રીશન કીટનું વિતરણ કરીને આરોગ્યની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ડીડીઓ પી.બી. પડ્યા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ જોષીના માર્ગદર્શન હેઠળ આ ખાસ ગ્રામસભાઓમાં નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વિગેરે યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.