અમરેલી જિલ્લ્લામાં બાઈક ચોરીની ફરી એકવાર ઘટના બનવા પામી છે. અમરેલીના જુના ગીરીયા ગામ પાસેથી બાઈક ચોરાઈ હતી. અમરેલીમાં રહેતા અબ્બાહસન સાલમ કસીરી (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, તેણે પોતાનું મોટરસાઇકલ હીરો હોન્ડા સ્પેલેન્ડર પ્રો. રજી. નં.GJ-14-S-9292 રોડની સાઇડમાં પાર્ક કર્યું હતું. ત્યાથી કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.






































