અમરેલી ઘટક કક્ષાએ પોષણ ઉત્સવ ૨૦૨૪ અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ “પૌષ્ટિક વાનગી સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં ટી.એચ.આર. (માતૃશક્તિ, બાલશક્તિ, અને પૂર્ણાશક્તિ) અને મિલેટ ( અન્ન)નો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવવામાં આવી.મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આંગણવાડી કેન્દ્રો મારફતે બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને દર મહિને વિનામૂલ્યે ટેક હોમ રાશન આપવામાં આવે છે,કાર્યક્રમમાં મિલેટ્સના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો, જેમાં બાજરી, જુવાર, નાગલી, કાંગ, ચેણો, બંટી, કોદરી અને વરી જેવા પૌષ્ટિક ધાન્યોનો સમાવેશ થાય છે. આ તમામ અનાજ ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે ઓળખાય છે.સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા