અમરેલીમાં ગર્લ્સ હાઇસ્કૂલ પાસે રોડનું કામ શરૂ થતાં લગ્ન પ્રસંગોમાં ભારે મુશ્કેલી ઉભી થાય તેવી સમસ્યાનું નિર્માણ થવા પામ્યુ છે. અહીં આવેલી ખેડાવાળ બ્રાહ્મણ અને સોની સમાજની જ્ઞાતિની વાડીઓ આવેલી છે. રસ્તાનું કામ શરૂ થતા આ વાડીમાં લગ્ન નક્કી કરનાર પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તો બંધ હોવાથી અવરજવરમાં અવરોધ ઉભો થયો છે. રસ્તાનું કામ શરૂ થતા પરિવારોને વાડીના બુકિંગ કેન્સલ કરવાની ફરજ પડી રહી છે. ટૂંકા સમયમાં અન્ય સ્થળ ન મળતા પરિવારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.