રાજકોટના સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે ૩૧ ઓક્ટોબરથી ૧ નવેમ્બર દરમિયાન ેં-૧૪, ેં-૧૭ ભાઈઓ અને બહેનોની રાજ્ય કક્ષા સ્વિમિંગ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં રાજયભરમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અમરેલી જિલ્લામાંથી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્પોટ્ર્સ સ્કૂલ(ડ્ઢન્જીજી)ના ખેલાડીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે કાંસ્ય પદક પ્રાપ્ત કર્યા હતા. જેમાં (૧) ધરજીયા કલ્પેશ ૨૦૦ મી. ફ્રી સ્ટાઈલ અને ૧૦૦ દ્બ બેક સ્ટ્રોક, (૨) શેખ પુજા ૨૦૦ મી. બેક સ્ટ્રોક (૩) વાળા અર્ચના ૫૦ મી. ફ્રી સ્ટાઇલ અને ૧૦૦ મી. ફ્રી સ્ટાઇલ તેમજ ૫૦ મી. બેક સ્ટ્રોકમાં મેડલ મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી શાળા અને જિલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કરેલ છે. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડીઓ, કોચ પ્રીતમ પટેલ, ટ્રેનર દીપેન ઘૂતને અભિનંદન પાઠવ્યા હતા.








































