અમરેલી ખાતે સૌરાષ્ટ્રમાં રહેતા સર્વજ્ઞાતિ સમાજનો ૩૫મો સમુહ લગ્ન સુમન સેવા ટ્રસ્ટ અમરેલી દ્વ્રારા તા.૧૬-૧૧-૨૦૨૫ના રોજ આયોજન કરવામા આવેલ છે.માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ તેમજ વિકલાંગ યુવક-યુવતી દિકરીઓને વિનામૂલ્યે લગ્ન,સરકાર દ્વ્રારા સમુહ લગ્ન સાતફેરા યોજનામાં તથા લગ્ન રજીસ્ટ્રેશન કરાવી આપવામાં આવશે. લગ્ન નોંધણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.મંડળ પ્રમુખ રમેશભાઇ એસ.ગોહિલ શ્રીરામ એસ્ટેટ, જુના માર્કેટિંગ યાર્ડ અંદર,હરીરામ હોલસેલ માર્કેટ,દુ.નં. ૧૩, પહેલા માળે, અમરેલી ૯૩૭૪૭૩૪૮૨૦ તેમજ પરશોતમભાઇ એન. મકવાણા મો. ૯૪૨૮૭૯૮૬૪૭ તથાઅ રમેશભાઇ આર.ડાભી મો. ૯૧૦૪૪૧૯૬૪૧ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.