સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને વામન અવતાર જેવા પાવન પ્રસંગોનું ભક્તિમય વર્ણન કરવામાં આવ્યું હતું. રાત્રે યોજાયેલા સાહિત્ય અને સાંસ્કૃતિક સમારંભે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. લોકડાયરા કલાકાર અરવિંદભાઈ બારોટ અને હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલીયાનો લોકડાયરો યોજાયો હતો. આ પ્રસંગે રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી, જેમાં કૌશિકભાઈ વેકરીયા, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર, પ્રતાપભાઈ દુધાત, ભાવેશભાઈ રાદડિયા, બાબુભાઈ જેબલિયા, મનસુખભાઈ ભુવા, પી.પી. સોજીત્રા, ડો. વિરેન્દ્રભાઈ ધાખડા, ચેતનભાઈ શિયાળ, કાળુભાઈ વિરાણી, શરદભાઈ લાખાણી, સુરેશભાઈ ગોધાણી, મૃગેશભાઈ કોટડીયા, હરિબાપા સાંગાણી, જીગ્નેશભાઈ પટેલ, જયેશભાઈ નાકરાણી, ડી.કે. રૈયાણી, કાંતિભાઈ વઘાસિયા, કાળુભાઈ ભંડેરી, કાળુભાઈ કાછડીયા, પીઠાભાઇ નકુમ, લલિતભાઈ ઠુંમર, સંદીપભાઈ ધાનાણી, ભીખુભાઈ કાબરીયા સહિત શહેરના અગ્રણીઓ અને મહિલા આગેવાનોએ પણ મોટી સંખ્યામાં હાજરી નોંધાવી હતી. શ્રીમદ ભાગવત કથા દરમિયાન દિલીપભાઈ સંઘાણી, અશ્વિનભાઈ સાવલિયા, જયંતીભાઈ પાનસુરીયા, સુખનાથ મંદિર ચોક યુવક મંડળના મુકેશભાઈ સંઘાણી, મનીષભાઈ સંઘાણી, ડેનીભાઈ રામાણી, ચંદુભાઈ રામાણી, ધાર્મિકભાઈ રામાણી અને યુવક મંડળના સભ્યો સતત હાજર રહ્યા હતા.