ઓગમેન્ટેશન ટેપ કનેક્ટિવીટી ઈન રૂરલ એરીયા (જનરલ), જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સેવા સદન અમરેલી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ’ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જલ જીવન મિશન અન્વયે નળ જળ મિત્રને તાલીમ આપવી, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રહેણાંક ઘરોમાં નળ કનેક્શન આપવાની કામગીરી, નલ સે જળ યોજના અંતર્ગત રાજુલા અને ખાંભા તાલુકાના કુલ ૦૮ ગામોના ડીપોઝિટ વર્ક તરીકેના બોરના સમારકામ, પમ્પીંગ મશીનરીની કામગીરી સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઓગમેન્ટેશન ટેપ કનેક્ટીવીટી ઈન રુરલ એરિયા, નલ સે જળ યોજના અન્વયે જિલ્લામાં ૮૫૦થી વધુ ગામ/પરામાં વિવિધ પ્રકારની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકી રહેતી કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે જિલ્લા કલેક્ટર દહિયાએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. જિલ્લાના કુલ ૨,૫૮,૨૧૯ ઘરોમાં નળ કનેકક્શન આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.