અમરેલી અને કુંકાવાવ તાલુકાના ગામડાઓના વિવિધ રસ્તાઓ માટે રાજ્ય સરકારે ૨૩.૯૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ રકમની ફાળવણી અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની રજૂઆતને કારણે કરવામાં આવી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ વિવિધ ૧૫ રસ્તાઓના કામ માટે થશે. આ કામોમાં માઇનોર બ્રિજ, એપ્રોચ રોડ, નાળા, સ્ટ્રક્ચર અને પ્રોટેક્શન વોલના કામોનો સમાવેશ થાય છે.
આ રસ્તાઓમાં ચક્કરગઢ એપ્રોચ રોડ, વરસડા કેરિયા નાગસ રોડ, મોટા આંકડિયા પીપળલગ રોડ, જાળિયા સણોસરા રોડ, ચાંપાથળથી સાવરકુંડલા સ્ટેટ હાઇવે, ફતેપુર ચાંપાથળ રોડ, રંગપુર વડેરા રોડ, કમીગઢ કેરાળા રોડ, રંગપુર સણોસરા રોડ અને બાંટવા દેવળી બરવાળા બાવળ રોડ જેવા રસ્તાઓનો સમાવેશ થાય છે. રસ્તાના કામ માટે ગ્રાન્ટ મંજૂર થતા લોકોની સુખાકારીમાં વધારો થશે.